સાવરકુંડલામાં માર્કેટિંગ યાર્ડ નજીકના રેલવે ફાટક પાસે એક મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ હતી. માલગાડી પસાર થવાની હોવાથી નિયમ મુજબ ફાટક બંધ કરવામાં આવ્યું હતું. માલગાડી પસાર થયા બાદ હજુ ફાટક ખુલ્યું ન હોતું, ત્યારે જ એક ગાય અચાનક રેલવેના પાટા પર ચાલતી જોવા મળી હતી. જો આ ઘટના માલગાડી પસાર થવાના એકાદ મિનિટ પહેલાં બની હોત, તો અબોલ પશુનો જીવ ચોક્કસપણે જોખમાયો હોત. ત્યાં હાજર પત્રકાર બિપીનભાઈ પાંધીએ આ દ્રશ્ય કંડારી લીધું હતું. આ ઘટનાથી રેલવે ટ્રેક પર રખડતા પશુઓની સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા છે. અબોલ જીવ ફાટકના નિયમોથી અજાણ હોય, જેથી તંત્ર દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.









































