બગસરા લેઉવા પટેલ સમાજના નવા હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. જેમાં સમાજના પ્રમુખ તરીકે રમેશભાઈ શંભુભાઈ ગોંડલિયા, મંત્રી તરીકે બીપીનભાઈ પી. વધાસિયા, ઉપપ્રમુખ તરીકે શિવલાલભાઈ પ્રેમજીભાઈ ઠુંમર અને હરેશભાઈ કનુભાઈ પટોળીયાની વરણી કરાઈ છે. સહમંત્રી તરીકે વિકાસભાઈ ભુવા અને દિનેશભાઈ ભાલાળા, ખજાનચી તરીકે જેન્તીભાઈ કથીરિયા અને પરસોતમભાઈ હિરાણી, કો-ઓર્ડિનેટર તરીકે ધીરુભાઈ કોટડીયા અને હરકીશનભાઈ પાનસુરીયા તથા ઓડિટર તરીકે અરવિંદભાઈ કાનાણીની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સમાજ દ્વારા ૪ ટ્રસ્ટીઓ અને ૭ સલાહકારોની પણ નિમણૂક કરવામાં આવી છે. નવી કારોબારી પર મુકાયેલા વિશ્વાસ અને આપેલી જવાબદારી બદલ નવનિયુક્ત પ્રમુખ દ્વારા સમગ્ર સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.