કેટલાક સંશોધનોમાં નીચેના પરિબળો ADHD ના વધેલા જોખમ સાથે સંકળાયેલા જોવા મળ્યા છેઃ
૧. આનુવંશિકતા (Genetic Factros):
ADHDમાં આનુવંશિક પરિબળોનું મહ¥વપૂર્ણ યોગદાન છે. પરિવારમાં માતા, પિતા અથવા નજીકના સગામાં ADHD નો ઇતિહાસ હોય તો બાળકમાં તેની સંભાવના વધી શકે છે.
૧. ગર્ભાવસ્થા દરમિયાન તમાકુ અને આલ્કોહોલનો સંપર્કઃ
ગર્ભાવસ્થા દરમિયાન તમાકુ અને આલ્કોહોલનો સંપર્ક બાળકના મગજના વિકાસ માટે હાનિકારક બની શકે છે અને ADHD સાથેના જોખમમાં પણ સંબંધ જોવા મળ્યો છે.
૧. પર્યાવરણીય ઝેરી પદાર્થોઃ
સીસા (Lead) જેવા ઝેરી પદાર્થોના સંપર્કથી બાળકના નર્વસ સિસ્ટમના વિકાસ પર નકારાત્મક અસર થઈ શકે છે.
૧. માતાનું સ્વાસ્થ્ય અને ગર્ભાવસ્થાની પરિસ્થિતિઓઃ
ગર્ભાવસ્થા દરમિયાન માતાનું શારીરિક સ્વાસ્થ્ય, કેટલીક તબીબી સમસ્યાઓ, સમય પહેલાં પ્રસૂતિ અને ઓછું જન્મવજન જેવા પરિબળો પણ સંશોધનમાં ADHD સાથેના સંભવિત સંબંધ તરીકે તપાસવામાં આવ્યા છે.
૧. પોષણ અને જીવનશૈલીઃ
ગર્ભાવસ્થા દરમિયાન સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત તબીબી તપાસ અને ડાક્ટરની સલાહ પ્રમાણે પોષક તત્વોનું સેવન બાળકના સ્વસ્થ વિકાસ માટે જરૂરી છે.
અહીં એક વાત સમજવી જરૂરી છે કે આ પરિબળો જોખમ સાથે સંકળાયેલા છે, ADHD થવાનું નિશ્ચિત કારણ નથી. માતાએ ગર્ભાવસ્થા દરમિયાન તણાવ અનુભવ્યો હોય કે કોઈ મુશ્કેલી આવી હોય એટલે બાળકને ADHD થશે એવું માનવું ખોટું છે. માતાને દોષ આપવાને બદલે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.
હોમિયોપેથીક દૃષ્ટિકોણથી ADHD ને સમજીએ હોમિયોપેથીમાં દરેક દર્દીને માત્ર તેના રોગના નામથી નહીં, પરંતુ તેની સંપૂર્ણ વ્યક્તિગત લક્ષણાવલીના આધારે સમજવાનો સિધ્ધાંત છે.
ડા. સેમ્યુઅલ હાહનેમેન દ્વારા વિકસિત હોમિયોપેથીમાંIndividualization, Totality of Symptoms અને વ્યક્તિની સંપૂર્ણ સ્થિતિનું મૂલ્યાંકન મહત્વપૂર્ણ ગણાય છે.
ADHDના સંદર્ભમાં હોમિયોપેથીક કેસ-ટેકિંગ દરમિયાન બાળકની નીચેની બાબતોનું વિગતવાર નિરીક્ષણ કરી શકાય છેઃ (ક્રમશઃ)
sanjogpurti@gmail.com


































