આજના સમયમાં બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, સતત ચંચળતા, ઉતાવળમાં નિર્ણય લેવાની ટેવ અને વર્તન સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા વધી રહી છે. ઘણી વખત આવા બાળકોને તોફાની, જીદ્દી, બેદરકાર અથવા શિસ્ત વગરના કહી દેવામાં આવે છે. પરંતુ દરેક બાળકનું વર્તન માત્ર તેના સ્વભાવ કે ઉછેરનું પરિણામ નથી હોતું. કેટલીક પરિસ્થિતિઓમાં આ લક્ષણો મગજના વિકાસ સાથે જોડાયેલી ન્યુરોડેવલપમેન્ટલ સ્થિતિ એટલે કે ADHD (Attention Deficit Hyperactivity Disroder) ના સંકેત હોઈ શકે છે.
આવી સ્થિતિમાં બાળકને ઠપકો આપવાને બદલે તેની સમસ્યાને સમજવી, યોગ્ય નિદાન કરાવવું અને વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે સંભાળ આપવી અત્યંત જરૂરી છે. આ વિષયમાં હોમિયોપેથીની પરંપરાગત વ્યક્તિગત કેસ-ટેકિંગ પધ્ધતિની પણ ચર્ચા થાય છે, પરંતુ તેની અસરકારકતા અંગે વૈજ્ઞાનિક પુરાવાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
ADHD એટલે શું? ADHD એ મગજના વિકાસ સાથે સંબંધિત એક ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. તેમાં વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવામાં, પોતાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં અને ઉતાવળભર્યા વર્તનને રોકવામાં મુશ્કેલી પડી શકે છે.
ADHD ના મુખ્ય ત્રણ પ્રકાર જોવા મળે છેઃ
૧.Inattentive Presentation (ધ્યાનની અછત):
* વારંવાર ભૂલો કરવી.
* અભ્યાસ કે કોઈ કાર્ય દરમિયાન ધ્યાન જાળવી ન શકવું.
* વારંવાર વસ્તુઓ ખોવી.
* વાત સાંભળતી વખતે ધ્યાન બીજે જવું.
* કામ અધૂરાં છોડી દેવાની ટેવ.
૧. Hyperactive-Impulsive Presentation (અતિચંચળતા અને આવેગશીલતા):
* સતત હલનચલન કરતા રહેવું.
* એક જગ્યાએ શાંતિથી બેસવામાં મુશ્કેલી.
* વધારે બોલવું.
* બીજાની વાત વચ્ચે બોલી પડવું.
* પોતાનો વારો આવે તેની રાહ જોવામાં મુશ્કેલી.૧.Combined Presentation:
જ્યારે ઉપરોક્ત બંને પ્રકારનાં લક્ષણો એકસાથે જોવા મળે છે. માત્ર ચંચળ હોવું એટલે ADHD નથી. લક્ષણો સતત રહે, બાળપણથી શરૂ થયેલા હોય, એક કરતાં વધુ જગ્યાએ જોવા મળે અને બાળકના અભ્યાસ, ઘરજીવન કે સામાજિક સંબંધો પર અસર કરતા હોય ત્યારે નિષ્ણાત દ્વારા યોગ્ય મૂલ્યાંકન જરૂરી બને છે.
ADHD નો વિકાસ કેવી રીતે થાય છે? ADHD નું એક જ ચોક્કસ કારણ હજુ સુધી સંપૂર્ણપણે જાણી શકાયું નથી. સંશોધન મુજબ આનુવંશિકતા, મગજના વિકાસની પ્રક્રિયા અને કેટલાક પર્યાવરણીય પરિબળો સાથે મળીને તેની સંભાવનાને અસર કરી શકે છે. મગજમાં ધ્યાન, યાદશક્તિ, આયોજન, નિર્ણયશક્તિ અને આવેગ પર નિયંત્રણ રાખવા માટેPrefrontal Crotex મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મગજમાં Dopamine અને Nroadrenaline જેવા neurotransmitters ધ્યાન, પ્રેરણા અને વર્તનના નિયંત્રણ સાથે સંકળાયેલા છે. ADHD ધરાવતી વ્યક્તિઓમાં આ ન્યુરલ સિસ્ટમ્સની કાર્યપ્રણાલી અને મગજના કેટલાક નેટવર્ક્સના વિકાસમાં તફાવત જોવા મળી શકે છે. આથી ADHD ને માત્ર બાળકની આળસ, બેદરકારી કે ખરાબ ઉછેરનું પરિણામ માનવું યોગ્ય નથી. ગર્ભાવસ્થા દરમિયાન ADHD ના જોખમ સાથે સંકળાયેલા પરિબળો બાળકના મગજનો વિકાસ ગર્ભાવસ્થાથી જ શરૂ થઈ જાય છે. ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન મગજના કોષોનું નિર્માણ, તેમની વચ્ચેના જોડાણો અને નર્વસ સિસ્ટમની રચના સતત વિકસતી રહે છે.(ક્રમશઃ) sanjogpurti@gmail.com