કરમસદના કર્મયોગી, લાડબાના લાડવાય, ઝવેરભાઈના હીરો, સાક્ષરનગરીના સિંહ પુરુષ સરદાર પટેલની જન્મ જયંતીએ ચરણ વંદના. જ્યારે ભક્તિ રાષ્ટ્રવાદના શ્વાસમાં ભરી જાય ત્યારે ભારતની ભવ્ય અને દિવ્ય ભૂમિમાં વિચક્ષણ રાજપુરુષો જન્મ લે છે.
વિદ્યાર્થી અવસ્થાથી રસ્તામાં નડતા પથ્થરથી શરૂ કરીને દેશની આઝાદીના કાર્યમાં પોતાની ૪૨ વર્ષ સુધી અમૂલ્ય દેશસેવા માટે જેને જીવન સમર્પિત કર્યું છે તેવા લોહ પુરુષ સરદાર પટેલની જન્મજયંતી એ તો સમગ્ર ભારત વર્ષ માટે દિવાળી કહેવાય.
જેમના કેન્દ્ર સ્થાને રાષ્ટ્ર પ્રથમ,રાષ્ટ્ર સર્વોપરી! લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મતિથિ નિમિત્તે ભાવભીની વંદના.સરદાર પટેલે રાષ્ટ્રસેવા માટે કરેલા કાર્યોની ઝાંખીનો આખો ઈતિહાસ છે. સરદાર ન ભૂતો.. ન ભવિષ્યતી.. છે.ખેડા સત્યાગ્રહ (૧૯૧૮)નું
નેતૃત્વ કર્યું.દુષ્કાળ સમયે મહેસુલ નહિ ભરવાનો કાયદો હોવા છતાં બ્રિટિશ સરકાર અને કલેકટરો પોતાની મનસુબી પ્રમાણે મહેસુલ ભરાવતા હતા.તેના વિરુધ્ધમાં ખેડા સત્યાગ્રહ સફળ નેતૃત્વ કરી બતાવ્યું.અમદાવાદ મિલ મજૂર આંદોલન (૧૯૧૮)માં ભાગ લીધો.૧૦૫ દિવસ આંદોલન ચાલ્યું મજૂરોને મિલ માલિકો પાસે હક અપાવ્યા.બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩)નું નેતૃત્વ કર્યું.વધારાની પોલીસનો ખર્ચ હૈડીયાવેરાથી વસુલ કરવાનું બ્રિટિશ સરકારે નક્કી કર્યું.અલિયો અને બાબર જેવા લૂંટારા બહારવટિયાઓને પોલીસ છાવરતી હતી. સરકારે તે વેરો નાબૂદ કરવો પડયો.સરદારનું આયોજન અને અમલીકરણ અસરકારક જોવા મળ્યું.નાગપુર ધ્વજ સત્યાગ્રહ (૧૯૨૩)નું નેતૃત્વ કર્યું. તિરંગો લઈને ફરતા લોકોની ધરપકડ કરતી સરકારને સરદાર પટેલે હચમચાવી નાખી. બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮)નું નેતૃત્વ કર્યું. ખેડૂતોનું ૨૨% મહેસુલ વધારાના વિરોધમાં સરદાર પટેલે એવું તો નેતૃત્વ લોકોમાં ઊભૂ કર્યું કે બ્રિટિશ સરકારે તે કાયદો પાછો ખેંચવો પડ્યો.
બારડોલી સત્યાગ્રહ સરદાર તરીકે ઓળખાયા.
અસહકાર આંદોલનમાં ભાગ લીધો. ગાંધીજીના અંતેવાસી બનીને બ્રિટિશ વસ્તુનો ત્યાગ કરી સ્વદેશી અપનાવવા માટે પ્રયાસ કર્યો. બ્રિટિશરો વેપારી પ્રજા હોવાથી સહકાર આપવો નહીં. અસહકારના આંદોલનથી સ્વદેશી વસ્તુનો પ્રચાર પ્રસાર થયો.સવિનયકાનૂનભંગ આંદોલનમાં ભાગ લીધો. અહિંસક આંદોલન હોવાથી લોકોમાં ધરપકડનો ડર દૂર થયો.ભારત છોડો આંદોલનને સમર્થન આપ્યું.૧૯૪૨ માં ગાંધીજીએ કહ્યું હતું કે આ મારા જીવનની અંતિમ લડત છે. એવા સમયે ટોચના નેતાઓ જેલવાસ હોવા છતાં પ્રજામાં જાગૃતિ આવી હોવાથી આંદોલન શરૂ થયું અને બ્રિટિશ સરકારને ભારતમાંથી ભાગવું પડ્યું.
અમદાવાદ મહાનગર પાલિકામાં પ્રમુખ તરીકે સુધરાઈના રચનાત્મક કાર્યો સાથે વહીવટમાં સુધારા કર્યા.અમદાવાદ શહેરની સ્વચ્છતા, ગટર, સેનેટરી, રીલીફ રોડ, વી. એસ. હોસ્પિટલ,નવી હાઉસિંગ સોસાયટી પ્રીતમનગર,ગૂજરાતવિદ્યાપીઠ,સ્વદેશી શાળાઓ, મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ,ટિળક બાગના વિકાસમાં યોગદાન આપ્યું.કુદરતી આપતિ સમયે દુષ્કાળ અને પૂર રાહતકાર્યોમાં નેતૃત્વ કર્યું. દેશની આઝાદીમાં ત્રીજા ભાગની જિંદગી જેલવાસ દરમિયાન વ્યતિત કરી. દેશ આઝાદ થાય તે પૂર્વે દેશની અંદર ૫૬૨ દેશી રજવાડાંઓના એકીકરણનું નેતૃત્વ કર્યું.જૂનાગઢનું ભારતમાં વિલીનીકરણ કરાવવામાં મહ¥વની ભૂમિકા ભજવી.રતુભાઈ અદાણી અને શામળદાસ ગાંધીના નેતૃત્વમાં જૂનાગઢમાં આરઝી હકુમતની મુંબઈમાં રચના કરી સર કર્યું.
હૈદરાબાદના નવાબ નિઝામને પોલો ઓપરેશન અંતર્ગત હૈદરાબાદનું ભારત સંઘમાં જોડાણ કર્યું.અને તેનું વિલીનીકરણ કરવામાં ગુજરાતના કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નેતૃત્વ પ્રાપ્ત થયું.ગુજરાતના ભાવનગર રાજ્ય થી સૌપ્રથમ શરૂઆત થઈ અને ૫૫૯ રાજ્ય ભારત સંઘમાં જોડાઈ ગયા.બાકીના ત્રણ રાજ્યોને પણ જોડી દીધા.૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ દેશ આઝાદ થયો. આઝાદ થયા પછી દેશનો રાજકીય નકશો બનાવવાનું ભગીરથ કાર્ય સરદાર પટેલે કર્યું.બંધારણ સભાની સલાહકાર સમિતિના અધ્યક્ષ રહ્યા.૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
જવાહરલાલ નહેરુના વિરોધ વચ્ચે સંસદની અંદર IAS અન IPS જેવી અખિલ ભારતીય સેવાઓને મજબૂત બનાવી અને તે માટેનું બિલ પણ સરદાર પટેલે પાસ કરાવ્યુ હતું એટલે તો ઇન્ડિયન સિવિલ સર્વિસના જનક ગણાય છે. તેમના દેહાંત બાદ ૧૫૦૦ જેટલા સનદી અધિકારીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતની અખિલ ભારતીય વહીવટી સેવાઓનો પાયો મજબૂત કર્યો.ગૃહ મંત્રાલયને મજબૂત બનાવ્યું.ભાગલા પછી આંતરિક સુરક્ષા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી.વિસ્થાપિત શરણાર્થીઓના પુનર્વસનમાં સહયોગ આપ્યો.કોમી શાંતિ અને કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં યોગદાન આપ્યું.સોમનાથ મંદિરના પુનર્નિર્માણને સમર્થન આપ્યું. દેશના ૧૫ પ્રાંતમાંથી ૧૩ પ્રાંતના લોકોએ પ્રથમ વડાપ્રધાન બનવા માટે સરદાર પટેલના નામની દરખાસ્ત મૂકી હતી. ગાંધીજીએ સરદાર સાથે અન્યાય કર્યો અને નેહરુ ને વડાપ્રધાન બનાવ્યા. સરદારે હોદ્દા કરતા રાષ્ટ્ર સેવાની પ્રાધાન્ય આપ્યું. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા.
સરદાર સ્પષ્ટ માનતા હતા કે”પોતાના હિત કરતાં રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાન આપનાર અને સમગ્ર ભારતને એકતાના તાંતણે બાંધનાર મહાન રાષ્ટ્રપુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ!”
સરદાર સાહેબે એકતા, અખંડિતતા તથા ભાઈચારાથી સમૃધ્ધ ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું.ભારતની એકતા અમારું ગૌરવ, રાષ્ટ્રસેવા અમારો ધર્મ અને રાષ્ટ્રહિત અમારો સંકલ્પ!ભારત માતાના લાડલા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ૧૫૧મી જન્મતિથિએ શત શત નમન.જય સરદાર. જય પાટીદાર Mo.૯૮૨૫૭૦૨૨૮૨








































