વડિયાના દેવગામેથી માયાપાદર જવાના રસ્તે ગાત્રાળ કૃપા પેટ્રોલ પંપ પાસેથી વ્હીસકીની ૧૦ બોટલ ઝડપાઈ હતી. પોલીસે ૧૪૦૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી પી ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે. ચિતલ ગામે બે મહિલા પાસેથી ૩૪ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. આ સિવાય ત્રણ જગ્યાએથી ૧૨ લીટર દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય મોણપુર ગામે, ચિતલ રોડ ઉપર દેશી દારૂ બનાવવાનો ૯૦ લીટર આથો પકડાયો હતો. તેમજ જિલ્લામાં વિવિધ સ્થળેથી ૭ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.






































