રાજુલામાં ર્ચાજિંગમાં રાખેલો ઓપો કંપનીનો K૧૪ ૫G+ મોબાઇલ ફોન, કિંમત રૂ.૧૯,૯૯૯, કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. આ અંગે ગુનો નોંધાયો હતો.પો.ઇન્સ. વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ, બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે રાજુલા ટાઉનમાંથી શંકાસ્પદ ઇસમ અનિરૂધ્ધભાઇ નારસંગભાઇ ભંડારી (ઉ.વ.૩૯)ને ઝડપી લેવાયો. પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરતાં મોબાઇલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.








































