“બનેવીલાલ ,બનેવીલાલ..! આ દિવાળી કોરી કોરી જાહે હોં!!”
બેરાલાલે નમણે હાથ મૂકીને નિહાપો મૂક્યો. જેમ ટાયરમાંથી અચાનક પંકચર થાય અને હવા નીકળી જાય. એમ બેરાલાલ પંકચર વાળા ટાયર જેવાં થઈ ગયાં.
“કેમ,કેમ!? હમણાં તો તમે કે ‘ તાં તાં કે આ દિવાળી હારી જાહે. દિવાળીની ખરીદી કરી હકાહે. અને આમ અચાનક જ વાજુ ફરી કેમ ગયું? અંબાલાલ કે ‘ તાં તાં કે નોરતાંમાં વરસાદ આવશે. વરસાદ નો આવ્યો એટલે વાજીંત્ર ફરી ગયું કે શું?”
“ના..રે..ભાઈ ના.!! ખેડૂતોનું વરહ તો ક્યારનું ‘ય ફરી જ ગયું છે. હવે બે છાંટા પડે કે નો
આભાર – નિહારીકા રવિયા પડે. હું ફરક પડે!?? ”
“તો.. પછી..! આમ અચાનક હરેરી જાવાનું કારણ? ”
બનેવીલાલને કારણ જાણવું હતું.
“પપુડાની બેઠી આવક બંધ થઈ, ઈ મોટું કારણ!”
“લો કર લો બાત!! પપુડો વળી કામે જાવા લાગ્યો? કઈ બાજું ‘ દિ ઊગ્યો?”
“કામે તો ઈ હું જાહે..!! પણ એની એક બેઠી આવક હતી. ઈ હમણાં હમણાં બંધ થઈ ગઈ છે.”
“મને કાંઈ હમજણ નો પડી, બેરાલાલ. કામે ગયાં વગરની આવક??”
“બનેવીલાલ, આમ તો કોઈને કે ‘વાની સખત મનાઈ છે. છતાં ‘ય તમે ઘરનાં જ છો. એટલે તમને કે ‘વામાં કોઈ વાંધો નથી. આ ઓલ્યા “કોકરોચ જનતા પાર્ટી” વાળાં આંદોલન નથી કરતાં!! એમાં હાજરી પુરાવવાની અને રોજે- રોજના રૂપિયા રોકડા લઈ લેવાનાં. માર ખાવો પડે તો રૂપિયા વધારે ‘ય આવે.
પણ, કોણ જાણે હમણાં હમણાં શું થયું કે.. આંદોલન હકેલાય ગયું હોય એવું લાગે છે. કે પછી થાકી ગયાં હશે!?”
“બેરાલાલ! ચોરે વાત થાતી ‘તી કે, એનાં આકાઓ થાકી ગયાં છે. એટલે હમણાં આરામ કરવા વિદેશમાં ગયાં છે. અને અભણ અમથાલાલ તો એમેય કે ‘તા તાં કે.. અંદરખાને મોટું સેટીંગ પડી ગયું છે. એટલે વેકેશનનું બહાનું આગળ ધર્યું છે. પણ, જે હોય તે દાળમાં કંઈક કાળું તો છે જ.”
“બનેવીલાલ! મને તો પે..લ્લે થી જ આખીને આખી દાળ જ કાળી લાગે છે. આખરે આંદોલન કરીને એમને કરવું છે હું!?”
“સત્તા પરિવર્તન? આ મોદી કોઈનું માનતાં નથી. રાત ને ‘દિ નકરું કામ કામ ને કામ કરે રાખે છે. દેશને મોટો કર્યે રાખે છે. આખરે આપણે ‘ય છોકરાં- છૈયા મોટાં કરવાનાં હોય કે નહીં.!!?”
“હં..હં..અ..અ..!! હવે મને સમજાણું કે બાપું હમણાં હમણાં આ ઉંમરે દોડાદોડી કાં કરે છે..! બાપુંને વળી પાછો ખજુરાહો કાંડ કરવો છે??”
“બેરાલાલ, બાપું ખજુરાહો કાંડ કરે કે નો કરે. અને હવે ભા.જ.પ.વાળા એટલાં ભોળાં રહ્યા ‘ય નથી. એટલે ખજુરાહો કાંડ તો શું પણ, હાલ તો એકેય કાંડ થાય એમ નથી. અને રહી વાત ખજુરાહોની. તો મને એક વાત યાદ આવી ગઈ.”
“ખાતાં વગરનાં (આમ તો ખાધાં વગર કોઈને હાલતું નથી) પણ સરકારમાં ખાતાં વગરનાં કેટલાંક ખાતાં હોય છે. એમાં એક ખાતું છે. “એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા.”
આ ખાતું સમયાંતરે ૩૩ જાતનાં સર્વે કરે છે. એમાં દેશનાં દરેકે દરેક એરપોર્ટ શામેલ હોય છે. એમાં છેલ્લે જે સર્વે થયો. એમાં આ તમે જે ઉલ્લેખ કર્યો ઈ ખજુરાહો એરપોર્ટને નંબર આપવામાં આવ્યો.”
“હા પણ, આ નંબર હેના માટે આપવામાં આવ્યો?”
“ખજુરાહો એરપોર્ટ આખાં દેશનું એકમાત્ર એવું એરપોર્ટ છે, જ્યાં દરેક મુસાફર સંતુષ્ટ છે. કોઈ મુસાફરને કોઈ જાતની ફરિયાદ નથી. ઉપરાંત ર્પાકિંગ,વાઈ – ફાઈ, સ્વચ્છતા અને ફૂડ સ્ટોલ. આ હંધાયમાં નંબર વન ઉપર છે.”
અભણ અમથાલાલ ક્યારનાં આ હંધૂય હાંભળી રહ્યા હતાં. હવે એમની ચોટલી ખીલો થઈ.
“હેં..ભાઈ..!! આ સરકાર છે કે સર્કસ!?? ”
“હં..હં..અ..! એવું આકરું નો બોલો. ક્યાંક દેશદ્રોહનો કેસ થઈ જાહેં. મૂળ વાત હું છે? ઈ કહો..”
“તમારી જાણ ખાતર કહું કે, ખજુરાહોનુ એરપોર્ટ
૧૯૬૦ ના દાયકામાં બન્યું. ૧૯૭૦ ના દાયકામાં પ્રથમ ઉડાન ભરી. અને ધીમે ધીમે ઉડાન ભરતું થયું.
પરંતુ.. કોઈ કારણસર હાલ આ એરપોર્ટ બંધ છે.
ન્યા હાલમાં નથી કોઈ ફ્લાઈટ લેન્ડ થતી કે નથી કોઈ ફ્લાઈટ ટેક ઓફ થતી. હાલે ન્યા કાગડા ઊડે છે.
અને નવેમ્બર ૨૦૨૬ સુધી શરૂ થાય એવાં કોઈ કરતાં કોઈ અણસાર પણ નથી. તમે અને સરકાર હવે મને હમજાવો.. આખાં દેશનું નંબર વન (આ વિભાગમાં) આ એરપોર્ટ કેવી રીતે બની ગયું!?? આપણે માનીએ છીએ કે સરકારમાં ઘણાં બધાં ખાતાં હોય છે,પણ હાવ આમ..!!??











































