જાપાનના બસ સ્ટેન્ડ ઉપર એક વાક્ય લખવામાં આવેલું છે કે “અહીંયા મુસાફરો બસની રાહ જુએ છે, સમય કોઈની રાહ જોતો નથી”. આ વાક્ય આપણને જીવનમાં એ શીખ આપે છે કે સમય જીવનના દરેક તબક્કે અગત્યનો છે. સમય સાથે ચાલવું એ આજની માંગ છે.સમયનો સદુપયોગ કરીને જીવનના તાણાને આદર્શ પરિસ્થિતિ તરફ લઈ જવાની જીજીવિષા માનવીમાં હોવી જોઈએ.સમયનું ગતિચક્ર ફર્યા જ કરે છે. દિવસ અને રાત થયા જ કરે છે. એ જ રીતે જીવનમાં સુખ અને દુઃખ આફત અને અવસર આવ્યા જ કરે છે. આવા સમયે સ્થિતપ્રજ્ઞ થઈને સમયના સથવારે શિક્ષણની વ્યવસ્થા મજબૂત બનાવી યુવા અવસ્થામાં અભ્યાસમાં રસ, રુચિ અને આવડત કેળવવી એ આજના સમયની માંગ છે.
આજનો વિદ્યાર્થી સમયપાલનમાં ઉણો ઉતરી રહ્યો છે. સમયસર શાળામાં પહોંચવું સમયસર લેસન કરવું તે પ્રમાણે ટાઈમ ટેબલ બધા જ ક્ષેત્રો માટે હોવું જોઈએ તો જ તેનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે.કોઈપણ વસ્તુ અથવા વ્યક્તિને મેળવવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. સોનાને પણ આગમાં તપવું પડે છે ત્યારે તે ડિઝાઇનમાં રૂપાંતર થાય છે.ગરમ થાય છે ત્યારે તે ઘાટમાં રૂપાંતર થાય છે.લક્ષ્મી કપાળમાં તિલક કરવા આવે ત્યારે કપાળ ધોવા ના જવાય. સમય સાથે પગને ઉપાડવા પડશે તો જ મુકામ સુધી પહોંચી શકાશે.જેને જીવનમાં સફળ થવું છે તેની પાસે રાડમેપ હોવો જોઈએ.આયોજનનું અમલીકરણ સાથે સમયપાલન તેમજ શિસ્ત અનિવાર્ય છે. દુનિયાના જે પણ મહાપુરુષો આજે લોકોના રોલ મોડલ બન્યા છે તેની પાછળ તેમનો પ્રખર પુરુષાર્થ રહેલો છે.જીવનમાં મૂલ્યો અને આદર્શો તમારી ઓળખ છે.સમય માણસને જીવન જીવવાની કલા શીખવે છે.પરિસ્થિતિને બદલવી હોય તો તમારો સંકલ્પ દ્રઢ હોવો જોઈએ, પણ પોતે તકલીફમાં હોય અને રૌદ્રા રડે તો પરિસ્થિતિમાં બદલાવ નહી આવે.મારે પરિસ્થિતિ સામે પહાડની જેમ સામનો કરવો પડશે તો જ તે સમય સાથે ચાલવાની શક્તિ પ્રદાન કરશે.
શિક્ષણએ માનવ જીવન અને સમાજ વિકાસનો મુખ્ય આધાર છે.સમય અને પરિસ્થિતિ બદલાવાની સાથે શિક્ષણનું સ્વરૂપ, ઉદ્દેશ્યો અને પધ્ધતિઓમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ભૂતકાળથી લઈને વર્તમાન અને ભવિષ્ય સુધીની શિક્ષણની આ યાત્રાને મુખ્ય ત્રણ તબક્કામાંથી સમજી શકાય,પરંપરાગત શિક્ષણ (ભૂતકાળ) શિક્ષણ પ્રથા ગુરુકુલ પધ્ધતિ અથવા મૌખિક શિક્ષણ પર આધારિત હતી.જેમાં ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા જીવન મૂલ્યો, સંસ્કારો અને વ્યવહારિક જ્ઞાન પર વિશેષ ભાર આપવામાં આવતો હતો.જ્ઞાન મર્યાદિત હતું અને મોટે ભાગે પાઠ્યપુસ્તકો કે પુસ્તકિયા જ્ઞાન કરતાં અનુભવને પ્રાથમિકતા આપવામાં આવતી હતી.
આધુનિક શિક્ષણ અને ટેક્નોલોજીના સ્વરૂપમાં આજનું શિક્ષણ શાળા-કોલેજોની ચાર દીવાલોથી આગળ વધીને ડિજિટલયુગમાં પ્રવેશ્યું છે.ઓનલાઈન ર્લનિંગ અને સ્માર્ટ ક્લાસરૂમ ઈન્ટરનેટ, ટેબ્લેટ અને પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ રસપ્રદ બન્યું છે.હોલેસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અને સતત મૂલ્યાંકન થકી ફક્ત ગોખણપટ્ટીને બદલે વિદ્યાર્થીઓની સર્વાંગી પ્રગતિ (સમજશક્તિ, કૌશલ્ય અને વલણ) પર ધ્યાન અપાય છે.કૌશલ્ય આધારિત શિક્ષણ (Skill Training) પુસ્તકીય જ્ઞાનની સાથે વ્યવહારિક કૌશલ્યો વિકસાવવા પર ભાર છે.ભવિષ્યનું શિક્ષણનું સ્વરૂપમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ઓટોમેશન અને વ્યક્તિગત શિક્ષણ (Personalized Learning) પર કેન્દ્રિત રહેશે.દરેક વિદ્યાર્થીની ક્ષમતા અને રુચિ મુજબ ભણાવવાની પધ્ધતિઓ તૈયાર થશે.જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન છે.સમસ્યા નિવારણ (Problem Solving), વિવેચનાત્મક વિચારસરણી (Critical Thinking) અને નવસર્જન પર સૌથી વધુ ભાર મૂકવામાં આવશે.
સમય બદલાય તેમ શિક્ષણના સાધનો અને માધ્યમો બદલાયા છે, પરંતુ શિક્ષણનો મૂળ ઉદ્દેશ્ય હંમેશાં એક જ રહ્યો છે-એક ઉત્તમ, સંસ્કારી અને જવાબદાર નાગરિકનું નિર્માણ કરવું.જે વ્યક્તિ સમય સાથે ચાલે છે તેને શિક્ષણની કડી જોડાતી જાય છે.સૌ મારા વાચક વર્ગને સમય સાથે ચાલો અને તે પ્રમાણે પરિવર્તિત થાઓ તેવી શુભકામનાઓ.. Mo.૯૮૨૫૭૦૨૨૮૨







































