શહેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ગાયત્રી મંદિરે બ્રહ્મરાસોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્મસમાજની મહિલાઓએ માતાજીના રાસ-ગરબા રમી ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી. કાર્યક્રમમાં નાના બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે હસુભાઈ જોશી (મુખ્યાજી), નરૂભાઈ ત્રિવેદી, અતુલભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી, ડા. પ્રવીણભાઈ ત્રિવેદી, પંકજ ઇન્દ્રોડિયા, નરેન્દ્રભાઈ રાવલ, ભાર્ગવભાઈ ત્રિવેદી, સંજયભાઈ જોશી, નગરપાલિકાના ઉપપ્રમુખ યજ્ઞેશભાઈ શુક્લ, દેવાંગભાઈ જાની, પી.પી. જોશી, જગદીશ ભટ્ટજી અને વિપુલભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહિલા અગ્રણી શ્વેતાબેન જોશીએ જહેમત ઉઠાવી હતી. વિપુલભાઈ ત્રિવેદી, જગદીશ ભટ્ટજી અને યજ્ઞેશભાઈ શુક્લ સહિતના આગેવાનોએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉત્સવે ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને સંસ્કૃતિનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો.







































