અમરેલી પોલીસ દ્વારા દારૂડીયાઓ પકડી હવાલાતમાં મોકલવામાં આવે છે પરંતુ દારૂ કયાંથી લાવવામાં આવ્યો તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી જેથી પ્યાસીઓ રોજ ઝુમ બરાબર ઝુમ હાલતમાં ફરતા નજરે પડે છે. અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૯ પ્યાસીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ટીંબી ચેક પોસ્ટ પરથી ત્રણ, જાફરાબાદ, મોટા આંકડીયા, સાવરકુંડલા, દામનગર, ખડકાળા, અમરેલીમાંથી એક એક ઇસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીને જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. જાફરાબાદ સામાકાંઠા વાય પોઇન્ટ પાસેથી એક યુવક એક લીટર દેશી દારૂ સાથે પકડાયો હતો.