ગીરગઢડા જલારામ વાડી ખાતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે તાલુકાનાં ગામોમાં રૂ. ૬.૭૫ કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ. ૧.૮૫ કરોડનાં કામોનું ઈ-લોકાર્પણ કરાયું હતું. ૧૫મા નાણાપંચ, ૧૫ ટકા વિવેકાધીન અને એટીવીટી યોજના હેઠળ વિકાસકાર્યોને નવી ગતિ મળી હતી. આ પ્રસંગે સરપંચોને વર્ક ઓર્ડર અપાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, કાળુભાઈ રૂપાલા, ધર્મેશભાઈ રાખોલિયા, માનભાઈ મકવાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





































