ઉના તાલુકાના સીમર ગામની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓના આશરે ૮૦૦ વિદ્યાર્થીઓને એવરેસ્ટ ફૂડ્‌સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિલાઈ ખર્ચ સાથે ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વી. એન. શાહ કુમાર પે સે શાળા, એચ. વી. શાહ કન્યા શાળા અને એચ. વી. શાહ સીમ પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. આ સેવાકાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે. વાડીલાલભાઈ શાહ બાદ તેમના પુત્ર સંજીવભાઈ શાહ અને પરિવાર દ્વારા આ સેવા અવિરત ચાલુ રાખવામાં આવી રહી છે.