વંડા ગામે જુના સ્વામીનારાયણ મંદિર પાસે ઘરમાંથી તાંબી-કાંસાના વાસણની ચોરી થઈ હતી. આ અંગે ગારિયાધારના નવાગામની ત્રણ મહિલા સામે ફરિયાદ નોંધાઈ હતી. કેશુભાઈ ભાણાભાઈ મેર (ઉ.વ.૬૨)એ ગારિયાધારના નવાગામમાં રહેતા કાજલબેન માથાસુળીયા, લક્ષ્મીબેન માથાસુળીયા તથા ગીતાબેન માથાસુળીયા સામે નોંધાવલી ફરિયાદ પ્રમાણે, આ ત્રણેય આરોપીએ તેમના બંધ મકાનમાં પ્રવેશ કરી તાંબા, પીતળ, કાંસાના વિવિધ વાસણો મળી કુલ ૩૦૬૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. વંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ એન જી સાપરા વધુ તપાસ કરી રહ્યા છે.