જીવલેણ હુમલો તથા એટ્રોસીટી એક્ટના ગંભીર કેસમાં સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની ધારદાર દલીલોને ધ્યાને લઈ અમરેલીના એડી. સેશન્સ જજ એમ.એમ. પરમારે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.તા. ૧૫-૦૯-૨૦૨૦ના રોજ થોરખાણ મુકામે બનેલા આ બનાવમાં ફરીયાદી રમેશભાઈ મેઘાભાઈ સોલંકીએ આરોપી જગદીશભાઈ મીઠાભાઈ સાકરીયા વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ મુજબ આરોપીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી, ગાળો આપી અને લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. પોલીસે ભારતીય ફોજદારી ધારાની કલમો તથા એટ્રોસીટી એક્ટ હેઠળ ચાર્જશીટ કરી હતી. બંને પક્ષકારો વચ્ચે તાલુકા તથા જ્ઞાતિના આગેવાનોએ સમાધાનના ઘણા પ્રયાસો કર્યા છતાં સમાધાન થયું ન હતું. ટ્રાયલ દરમિયાન ફરીયાદી, સગા સંબંધીઓ, ડોક્ટર, સમાજ કલ્યાણ અધિકારી તથા તપાસ અધિકારીને તપાસવામાં આવ્યા હતા. છતાં ફરીયાદપક્ષ કેસ સાબીત કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવ્યો હતો.






































