રાહુલ ગાંધીની સુલતાનપુર મુલાકાત દરમિયાન તેમના કાફલા પાછળ ચાલી રહેલા વાહનોના અકસ્માત અંગે ઉત્તર પ્રદેશ પોલીસે ખાસ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે.
લખનૌ રેન્જના આઈજી કિરણ એસના નેતૃત્વ હેઠળની ૩ સભ્યોની આ ટીમ અકસ્માતના કારણો, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષામાં રહી ગયેલી ખામીઓની ઊંડાણપૂર્વક તપાસ કરીને પોલીસ મુખ્યાલયને રિપોર્ટ સોંપશે.





































