અમરેલી જિલ્લામાં અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવણી બાદ દોઢ મહિના સુધી વરસાદ ખેંચાતા પાકનો વિકાસ થયો નથી. પાછોતરા વરસાદ બાદ કપાસનો પાક લાલ થઈ નિષ્ફળ જતાં ૯૦ ટકા ખેડૂતોએ કપાસ કાઢી નાખવાનું નક્કી કર્યું છે. કૂવા અને બોરવેલમાં પાણી ખૂટી જવાની શક્યતાને પગલે શિયાળુ પાક પણ મુશ્કેલ બન્યો છે. ત્યારે કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ અર્ધદુષ્કાળ જાહેર કરી તાત્કાલિક સર્વે અને સહાયની માંગણી કરાઈ છે.