અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવાના હેતુથી જિલ્લાના તમામ ૨૧ મંડળો માટે મીડિયા સેલના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણી અને સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ સાથે વિચાર-વિમર્શ કરીને જિલ્લા મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી દ્વારા આ નવી ટીમની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ યાદી અંતર્ગત અમરેલી, ધારી શહેરમાં રિધ્ધેશભાઈ જાષી, ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જ તરીકે સંજયભાઈ વાળા સહિત સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, બાબરા, બગસરા, લાઠી, ચલાલા, દામનગર, લીલીયા અને ખાંભા સહિતના શહેર તથા તાલુકા મંડળોમાં કાર્યકરોને મીડિયાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂંક બદલ જિલ્લા અધ્યક્ષ, મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ જિલ્લાના ધારાસભ્યો અને પક્ષના અગ્રણીઓએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને હાર્દિક અભિનંદન સાથે સફળતાની શુભકામનાઓ પાઠવી છે.




































