સાવરકુંડલા અને લીલીયા પંથકમાં જાહેર માર્ગો પર વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવરમાં અડચણરૂપ બનતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી હતી. ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને અકસ્માતનો ભય ન સર્જાય તે હેતુથી હાથ ધરાયેલી કામગીરી દરમિયાન પોલીસે વિવિધ સ્થળોએથી વાહનો અને ફ્રૂટની લારીઓ જાહેર માર્ગ પર જોખમી રીતે ઊભી રાખવા બદલ પાંચ ચાલકો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો.






































