ઉના નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે રિબન કાપીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા મેળાનું આયોજન કરાયું છે. ધારાસભ્યએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને સ્વસહાય જૂથોની બહેનોનાં ઉત્પાદનો નિહાળ્યાં હતાં. નાગરિકોને સ્વદેશી વસ્તુઓ અપનાવી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ હતી.




































