રાજુલામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના આયોજનમાં શિવ સાઉન્ડના સથવારે પ્રથમવાર ૨,૦૦૦ દીકરીઓએ એકસાથે રાસ-ગરબા રમીને ભવ્ય માહોલ સર્જ્યો હતો. કાર્યક્રમમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આશીર્વચન પાઠવ્યાં હતાં. ઉનાના નિર્ણાયકોએ વિજેતાઓ જાહેર કર્યા હતા. વિજેતાઓને મોબાઈલ, એસી, ટીવી સહિતનાં આકર્ષક ઇનામો અપાયાં હતાં. મોટી સંખ્યામાં લોકો ઉમટતાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.