ખાંભાના ડેડાણ ગામેથી પોલીસે ૪ જુગારી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. ૧૦,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. મનસુખભાઇ જાદવભાઇ પરમાર, અબદુલભાઇ ઇસાભાઇ અગવાન, ધીરૂભાઇ નાનજીભાઇ સાખટ, દેવરાજભાઇ બાલુભાઇ ખસિયા હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૦,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના એ. પી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































