મોરબી ખાતે તાજેતરમાં ગુજરાત હેન્ડબોલ લીગ ટુર્નામેન્ટ ભાઈઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગજેરા કેમ્પસ –વિદ્યાસભાના ડ્ઢન્જીજી ભાઇઓની ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અંતે સુવર્ણ પદક મેળવીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ખેલાડીઓમાં સોલંકી વિજય, બારૈયા રાહુલ, બાભરોલીયા નૈતિક, વેગડ અરૂણ, બલદાણીયા રાહુલ, વાઘેલા સૂર્યદીપ, શિયાળ વિજય, બલદાણીયા આદિત્ય, મેણીયા હાર્દિક, ધાપા સાવન, રાઠોડ ઈશાન અને ધુડવે નરેશનો સમાવેશ થાય છે. જ્યારે ગર્લ્સ હેન્ડબોલ ટીમમાં બલદાણીયા હિરલ, બારૈયા નિધિ, સોલંકી મિતલ, જાની હેમાંગી, મકવાણા દર્શના, ચૌહાણ અક્ષિતા, પરમાર ક્રિષ્ના અને ગોહિલ કંકુએ કાંસ્યપદક મેળવેલ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ટીમ, કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલીયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.








































