અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈ.ટી.આઈ. લીલીયાના સંયુક્ત ઉપક્રમે તા.૨૨ ઓક્ટોબર, ગુરુવારે સવારે ૧૦ઃ૩૦ કલાકે આઈ.ટી.આઈ. લીલીયા મોટા ખાતે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળો યોજાશે. જેમાં આઈ.ટી.એમ. સ્કિલ એકેડમી (આઈ.સી.આઈ.સી.આઈ. બેંક)માં રિલેશનશિપ મેનેજર, એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયામાં કેરિયર એજન્ટ અને અમર ટ્રેક્ટર્સમાં વર્કશોપ ટેકનિશિયનની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની લાયકાત મુજબ પગાર અને નોકરીનું સ્થળ નક્કી કરવામાં આવશે. ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ બાયોડેટા, શૈક્ષણિક પ્રમાણપત્રો, આધારકાર્ડ, અનુભવનું પ્રમાણપત્ર (હોય તો) અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે હાજર રહેવું. વધુ માહિતી માટે ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો.