પ્રમુખ ફિલ્મ મેકર્સ પ્રોડક્શન હેઠળ બની રહેલી ‘વિજુડી’ ફિલ્મના શૂટિંગનો શુભારંભ બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ફિલ્મના પ્રોડ્યુસર પરેશભાઈ દોમડિયા સહિત ફિલ્મના હીરો-હિરોઈન અને અન્ય કલાકારો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ઉપરાંત શ્રીજી સ્કૂલના સંચાલક દીપકભાઈ વઘાસિયા, તાલુકા પંચાયત પ્રમુખ તુષારભાઈ રામાણી, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, મહેશભાઈ ભાયાણી, હિતેશભાઈ કલકાણી સહિત બાબરા તાલુકાના ભાજપના આગેવાનો, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






































