બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આસો નવરાત્રીના મહા આઠમના પવિત્ર દિવસે ચોરા ચોક ખાતે આવેલા જય અંબે મહાકાળી ગરબી મંડળમાં માતાજીની ગરબીમાં આરતી ઉતારવાના ચઢાવામાં રૂ. ૧૭,૧૯,૧૪૧ (સત્તર લાખ ઓગણીસ હજાર એકસો એકતાલીસ)ની બોલી સાથે ભક્તજનો અને ભાવિકોના ગ્રુપ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. કોટડાપીઠા ગામમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન જય અંબે મહાકાળી ગરબી મંડળ દ્વારા પક્ષીઓને ચણ, પશુઓ માટે ઘાસચારો તેમજ ગામના વિવિધ સેવા કાર્યો અને વિકાસ કાર્યોમાં સહયોગ પૂરો પાડવામાં આવે છે.








































