ધારી તાલુકાના ગીગાસણ ગામે કૂવામાં મહાકાય અજગર જોવા મળતાં સ્થાનિક લોકોમાં કુતૂહલ સાથે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કૂવામાં અજગર હોવાની જાણ થતાં રમેશભાઈ કાતરીયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. રમેશભાઈ કાતરીયાએ કુશળતાપૂર્વક અને સાવચેતી સાથે અજગરને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. તેમની કામગીરીને કારણે અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતા અને યોગ્ય તકેદારી સાથે કરવામાં આવેલી આ કામગીરી સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.