સાવરકુંડલાની જાહેર સંસ્થા ગુણવંત નિમાવત સ્મારક ટ્રસ્ટ દ્વારા સ્વ. ગુણુબાપુની ૪૯મી પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશનના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કરાયું હતું. સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળો અને બિસ્કિટ આપવામાં આવ્યાં હતાં. ટ્રસ્ટના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ વિવિધ વિસ્તારોમાં સેવાકાર્યો હાથ ધર્યાં હતાં. મીઠાઈ અને નાસ્તો મેળવી બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.






































