મહુવાના ભાદ્રોડ ઝાંપા વિસ્તારમાં રહેતા ફઝેલકરીમ કામસભાઈ તૈયબાની (ઉ.વ.૩૫)એ રજાકભાઈ સુમરા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પોતાની રિક્ષા લઈને મહુવાથી વિકટર ગામે જઈ રહ્યા હતા. એ દરમિયાન દાતરડી ગામે પાંચ પીપળુ પાસે નેશનલ હાઈવે પર પહોંચતાં આરોપી રજાકભાઈ સુમરાએ તેમની રિક્ષા ઊભી રખાવી હતી. આરોપીએ કહ્યું હતું કે, “તને રિક્ષા વેચી છે તેના બાકીના રૂ.૫૦,૦૦૦ આપી દે, નહીં તો રિક્ષા લઈ જઈશ અને પૈસા નહીં આપે તો અત્યારે જ તને જાનથી મારી નાખીશ.” તેમ કહી તેણે પેટના ભાગે છરીનો ઘા માર્યો હતો. બનાવ અંગે ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જે. ધાખડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































