અમરેલી જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોર્ડે ધારી પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સો કાયદા હેઠળના ગુનામાં ચાર મહિનાથી નાસતા આરોપી અશ્વિનભાઈ ભીખાભાઈ વાઘેલા (ઉં.વ.૨૨)ને સમઢિયાળા, તા. બગસરા ખાતેથી તા. ૨૧ ઓક્ટોબરના રોજ ઝડપી પાડ્‌યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી એલસીબી પીઆઈ સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી. આરોપી અને ભોગ બનનારને આગળની કાર્યવાહી માટે ધારી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.