રાજુલાની સેન્ટ થોમસ સ્કૂલની વિદ્યાર્થિની માન્યા પરીખે ખેલ મહાકુંભ ૨૦૨૬ અંતર્ગત યોજાયેલી સ્કેટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અમરેલી જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ સાથે માન્યાએ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે. માન્યા, ડા. મંત્ર પરીખ અને ડા. પૂજા પરીખ (દંત ચિકિત્સક)ની દીકરી છે. નાની ઉંમરે રમતગમતના ક્ષેત્રમાં માન્યાએ મેળવેલી આ સફળતા બદલ પરિવારજનો, શાળાના શિક્ષકો અને રમતપ્રેમીઓમાં ખુશી વ્યાપી છે. હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં માન્યા વધુ સારું પ્રદર્શન કરીને સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી છે.










































