મહારાષ્ટ્ર સાયબરે અહેવાલ આપ્યો છે કે હની સિંહને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યા છે. કોન્સર્ટ દરમિયાન અપમાનજનક ટિપ્પણી કરવાના સંદર્ભમાં પૂછપરછ માટે ૧૬ ઓક્ટોબરે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ દિલ્હીમાં હની સિંહના પર્ફોર્મન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાથે સંબંધિત છે. ગાયકે વીડિયો કલીપમાં અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી, જેના પગલે ફરિયાદીએ મહારાષ્ટ્ર સાયબરનો સંપર્ક કર્યો હતો. હની સિંહની વાંધાજનક ટિપ્પણીઓએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી, જેના કારણે મહારાષ્ટ્ર સાયબરે આ કાર્યવાહી કરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હની સિંહને અગાઉ ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે વિદેશમાં હોવાનો દાવો કરીને હાજર રહેવામાં નિષ્ફળ ગયો હતો. તેમને ૫ ઓક્ટોબરે મુંબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે મહારાષ્ટ્ર સાયબર ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા અને તેના બદલે વધુ સમય માંગ્યો હતો. મહારાષ્ટ્ર સાયબરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હવે ૧૬ ઓક્ટોબર માટે નવું સમન્સ જારી કરવામાં આવ્યું છે. અધિકારીએ ઉમેર્યું હતું કે જો રેપર ફરીથી હાજર થવામાં નિષ્ફળ જાય, તો એજન્સી તેમને દેશ છોડતા અટકાવવા માટે તેમની સામે લુક-આઉટ સર્ક્‌યુલર જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
મહારાષ્ટ્ર સાયબરે અગાઉ ૫ ઓક્ટોબરના સમન્સને “અંતિમ રીમાઇન્ડર” તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે જો તેઓ પૂછપરછ ટાળવાનું ચાલુ રાખશે, તો તેઓ ધરપકડ વોરંટ માટે કોર્ટનો સંપર્ક કરશે. ફરિયાદની તપાસ હજુ પણ ચાલુ છે. જો તે આ વખતે હાજર થવામાં નિષ્ફળ જાય, તો અધિકારીઓ તેમને દેશ છોડતા અટકાવવા માટે લુક-આઉટ સર્ક્‌યુલર જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અગાઉ, મહારાષ્ટ્ર સાયબરે તેમને પૂછપરછ માટે સમન્સ જારી કર્યું હતું અને ૫ ઓક્ટોબરે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા કહ્યું હતું. જાકે, હની સિંહ નિયત સમયે મહારાષ્ટ્ર સાયબર અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા અને પૂછપરછ માટે તપાસ એજન્સી પાસેથી વધારાનો સમય માંગ્યો હતો.
આ પહેલી વાર નથી જ્યારે ગાયકનું નામ વિવાદ સાથે જાડાયું હોય. મે મહિનાની શરૂઆતમાં, દિલ્હી હાઈકોર્ટે હની સિંહને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ‘હિન્દુ શક્તિ દળ’ નામની સંસ્થા દ્વારા કરાયેલી અરજી પર આ નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ગાયકે ૨૦૨૫ માં ઈન્દીરા ગાંધી સ્ટેડિયમમાં તેમના પ્રદર્શન દરમિયાન વાંધાજનક ગીત ગાયું હતું. ૨ એપ્રિલના રોજ, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તમામ સોશિયલ મીડિયા અને શેરિંગ પ્લેટફોર્મ પરથી હની સિંહના ગીત ‘વોલ્યુમ ૧’ નું યુઆરએલ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.