સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે અયોધ્યાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગીને અયોધ્યાથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્્યો. સમાજવાદી પાર્ટીના નેતા તેજ નારાયણ ઉર્ફે પવન પાંડેએ રસુલાબાદમાં ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું હતું. આ કથાના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે અખિલેશ યાદવ અયોધ્યા પહોંચ્યા હતા.આ પ્રસંગે અખિલેશ યાદવે સીએમ યોગી પર નિશાન સાધ્યું. તેમણે મુખ્યમંત્રીને અયોધ્યાથી જ ચૂંટણી લડવાનો પડકાર ફેક્યો. તેમણે કહ્યું કે જા તેઓ સત્તામાં આવશે તો અયોધ્યાવાસીઓને અયોધ્યામાં નોકરીઓ મળશે. ઉત્તર પ્રદેશની મહિલાઓને દર વર્ષે ૪૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.તેમણે કહ્યું કે જ્યારે આપણે બધા સાથે સમાન વર્તન કરીએ છીએ, દરેકની ગરિમા અને પ્રતિષ્ઠાનું સન્માન કરીએ છીએ અને તેનું રક્ષણ કરીએ છીએ, ત્યારે આપણે ખરેખર સામાજિક ન્યાય સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ભગવાન કૃષ્ણએ દ્વારકામાં ૧૬,૦૦૦ બંદી મહિલાઓને તેમનું નામ અને ભાગ્ય તેમની સાથે જાડીને સન્માન અને રક્ષણ આપ્યું હતું. તેમણે સમાજમાં તેમને સમાનતા આપી. તેઓ પીડિત, શોષિત અને વંચિતોના ઉદ્ધારનું સૌથી મોટું ઉદાહરણ છે.
તેમણે કહ્યું કે જ્યારે આપણે ભાગવત કથામાંથી ઘણું શીખીએ છીએ અને તેમાંથી પ્રેરણા મેળવીએ છીએ, ત્યારે ભાગવત કથા આજની સરકારી સંસ્થાઓ માટે પણ પાઠ ધરાવે છે. હું હમણાં જ આપણા પવન પાંડેને ભગવાન કૃષ્ણનું ચક્ર આપતા જાઈ રહ્યો હતો.તેમણે કહ્યું કે ભાગવત કથા આ શીખવે છે, અને તે આપણા અધિકારીઓ માટે પણ એક પાઠ છે કે સત્તાની એજન્સીઓએ કૃષ્ણ પાસેથી શીખવું જાઈએ કે સુદર્શન ચક્ર સજ્જનોના રક્ષણ માટે છે, તેમને ડરાવવા માટે નહીં. ચક્ર સજ્જનોનું રક્ષણ કરવા માટે છે.અખિલેશે કહ્યું કે આપણા અધિકારીઓ અને સરકારી અધિકારીઓએ ભગવાન કૃષ્ણની ભાગવત કથામાંથી સજ્જનોનું સન્માન કેવી રીતે કરવું તે અંગે પ્રેરણા લેવી જાઈએ. તેમણે ભાર મૂક્યો કે સુદર્શન ચક્ર સજ્જનોનું રક્ષણ કરવા માટે છે, તેમને ડરાવવા માટે નહીં. સત્તાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવા માટે છે, દુરુપયોગ કરવા માટે નહીં. આજના શાસકો અને ચૂંટણી પંચે ભગવાન કૃષ્ણ પાસેથી શીખવું જાઈએ.તેમણે કહ્યું કે સત્તા કપટ દ્વારા નહીં, પરંતુ પ્રેમ અને જનમત દ્વારા પ્રાપ્ત થાય છે. કૃષ્ણે ક્યારેય કપટ દ્વારા હસ્તિનાપુરનું સિંહાસન હડપ કરવાનો પ્રયાસ કર્યો ન હતો; તેના બદલે, તેઓ ધર્મ માટે ઉભા થયા અને પાંડવો માટે ન્યાય સુનિશ્ચિત કર્યો.







































