અમરેલીમાં દુકાન સામે મોટરસાઇકલ પાર્ક કરવાની ના પાડવા મુદ્દે બે પક્ષો વચ્ચે બબાલ થઈ હતી. ઇમરાનભાઈ શેખએ રાહુલભાઈ પંજવાણી અને મેહુલભાઈ પંજવાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મોટરસાઇકલ રાખવાની ના પાડતાં આરોપીઓએ ગાળો આપી બેઝબોલના ધોકા વડે હાથ, પગ અને માથામાં માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન મેહુલભાઈએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામે રાહુલભાઈ પંજવાણીએ ઇમરાનભાઈ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં લાકડી વડે માર માર્યાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો હતો. અમરેલી સિટી પોલીસના એ.એસ.આઈ. એ.વાય. કાજી વધુ તપાસ ચલાવી રહ્યા છે.