લીલીયા તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે જયશ્રીબેન ઝિંઝુવાડિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે રાજશ્રીબેન રાજ્યગુરુ અને રેખાબેન દેવાણીને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આ નિમણૂકો કરાઈ છે. ધારાસભ્ય મહેશ કસવાળા, જિલ્લા પંચાયત સદસ્ય જિગ્નેશ સાવજ, રણજીતભાઈ ખુમાણ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ નવી નિમણૂકોને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.