(૧) તમને કેવા પ્રકારના પ્રશ્નથી ડર અને મૂંઝવણ અનુભવાય છે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર), આવા.
(૨) બાયપાસ હોય છે તો ભાઈપાસ કેમ નથી હોતું?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
બધામાં એવો પ્રાસ મેળવવો જરૂરી નથી હોતો. એમ તો નાપાસ હોય છે તો હાપાસ કેમ નહી એમ પણ પૂછી શકાય.
(૩) સાહેબ..! શું એવું લાગે છે કે આ છૈં હાસ્યલેખકની સત્તા છીનવી લેશે?
ધોરાજીયા કેવિન જી. (સાજણટીંબા હાલ કેનેડા )
હાસ્યલેખક પાસે વળી ક્યાં દિવસે સત્તા હતી કે કોઈ છીનવી લે એવો ભય હોય?
(૪) એવો ક્યો સમય છે કે લોકો સૌથી ઓછી ઉંઘ કરે છે?
ધોરાજીયા ઘનશ્યામ એન (સાજણટીંબા)
ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ સમય.
(૫) એવા ક્યાં હાસ્યલેખક છે કે જેમને નવાં વર્ષમાં એવોર્ડ આપી શકાય?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
આપવો હોય તો બધાને આપોને!
(૬) ‘ભલે સાત સોના શહેરમાં પણ ગામડું રળિયામણું’ સ્ટેટસ મુકવાવાળા ગામડે રહેતા કેમ નથી ?
કનુભાઈ પરમાર (દામનગર)
કારણ કે ડુંગર દૂરથી રળિયામણા લાગે છે માટે.
(૭) દેવોએ એની(દેવ દિવાળી) દિવાળી કેમ નોખી રાખી આપણી સાથે એને શું વાંધો હશે?
મેહુલભાઈ મિસ્ત્રી (ચમારડી)
દેવોએ નહી, આપણે દિવાળી અલગ કરી છે.
(૮) દિવાળીમાં રાહતનો શ્વાસ લીધો?
કાળુભાઈ ભાડ (અમરેલી)
લેવો હતો પણ પછી બંધ રાખ્યું.
(૯) આંખ, કાન અને નાકના ટીપાં આવે છે તો મોઢાના ટીપા કેમ નહી?જય દવે (ભાવનગર)
કેમ કે મોઢાને દાંત હોય છે, આંખ, કાન અને નાકને નહી.
(૧૦) ભવિષ્યમાં મોબાઇલના કેમેરા કેવા આવશે?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
પાડ્યા વિના ફોટો પડી જાય એવા.
(૧૧) મને આઈસ્ક્રીમ ખાવાનો ઘણો જ શોખ છે. તમારી ખવડાવવાની ઈચ્છા ખરી?
પંચાલ ચિરાગકુમાર કનૈયાલાલ (મધવાસ જિ-મહીસાગર)
જરાય નહી.
(૧૨) વેપારી મીઠાઈ પૂંઠાના બોક્સમાં ભરીને આપે તો પૂંઠું મીઠાઈના ભાવમાં આવ્યું ગણાયને?
નીરવ ડણાંક (અમરેલી)
મીઠાઈ પૂંઠાના ભાવે આવી ગણાય.
(૧૩) ડાયરાના કલાકાર બનવું છે તો શરૂઆત ક્યાંથી કરવી?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ), મંજીરાથી.
(૧૪) દેવીદેવતાના ફોટા કોણે બનાવ્યા હશે?
વનિતાબેન હરેશભાઈ કાવઠિયા (નવા ઉજળા)
દેવીદેવતાએ બનાવેલા માણસે.
(૧૫) એક વર્ષથી તમે મારા સવાલના મસ્ત જવાબ આપો છો. તમને શું ભેટ આપું?, રામભાઈ પટેલ (સુરત)
મસ્ત સવાલો.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..








































