જે ભારતનો નાગરિક છે, તેને બંધારણીય જોગવાઈઓ આધારે મતાધિકાર પ્રાપ્ત છે. દેશનો નાગરિક દેશમાં જ વસે છે અને તે જ ચૂંટણીઓમાં મતદાન કરીને સરકારો ચૂંટે છે અને ગબડાવે છે. કોઈ વિદેશનો નાગરિક ભારતમાં આવીને સરકાર પસંદગીની કોઈ પ્રક્રિયામાં હિસ્સો લઇ શકે તેવી કોઈ જોગવાઈ ભારતીય બંધારણમાં નથી. એટલે જ દેશના અમુક બાદ કરતા લગભગ બધા નેતાઓ દેશમાં જ પ્રચાર કરે છે. બાંગ્લાદેશી ઘુસપેઠ સામે ઝુંબેશ ચલાવીને ખદેડી મુક્યા બાદ ગેરકાયદે વિદેશથી આવીને દેશની સરકારોની રચનામાં સહ્‌ભાગીદારીતાનો લાભ અને પ્રશ્ન પૂરો થઇ ગયો છે. અને લોકશાહીમાં દેશના નાગરિકોનો બહુમત જનાદેશ મેળવીને જ સરકાર રચવાનો એકમાત્ર વિકલ્પ છે. બીજો કોઈ રસ્તો નથી. એટલે જ ડાહ્યો નેતા સતત જ્યાંથી જીતવાનું હોય ત્યાની જનતા જનાર્દનને રીઝવવામાં પડ્‌યો હોય છે. વિદેશી નેતા, સંગઠનો, કે જનતાને રીઝવી લેવાથી ભારતમાં સરકાર રચી લેવાના કોઈ સંજોગો નથી.
નેતા બનવું અને નેતા પેદા થવું બંને અલગ બાબત છે. નેતા બનવું સીડી ચઢવા જેવું છે અને નેતા પેદા થવું હેલીકોપ્ટરથી સીધું છત પર ઉતારવા જેવું છે. સીડી ચઢવામાં શ્રમ છે. પગથીયું ચુકી ન જવાય તેની એકાગ્રતા જરૂરી છે. આગળ હાથ ટેકવવાની અને પગ પછી પગ મુકવાની કુનેહ જરૂરી છે. જયારે સીધા છત પર કે ટોપ ફ્‌લોર પર ઉતારવામાં હેલીકોપ્ટરની આહ્‌લાદક હવાઈ સફર અને એરિયલ વ્યૂ છે. એ માટે ભારતીય રાજકારણમાં પેરેશુટ કેન્ડીડેટ જેવો શબ્દ વાપરવામાં આવે છે. કેડર બેઇઝ પાર્ટીમાં નેતા સીડીઓ ચઢીને ઉપર જાય છે. પાયાના કાર્યકર્તાથી શરૂઆત કરીને લાયકાત પ્રમાણે ઉપર ચઢતા જાય છે. એમાં લગભગ લગભગ લાયક હોય તે જ આગળ જગ્યા મેળવતો જાય છે. આનો એક ફાયદો એ થાય છે કે જેમ જેમ પાર્ટી કેડરમાં ઉપર ચઢતા જાઓ તેમ તેમ ઘડાયેલા નેતાઓની કેડર આવતી જાય છે અને નેતાઓની રાજકીય ક્ષમતાઓનું સ્તર ઉચ્ચતર થતું જાય છે. જો સંપૂર્ણ લોકતાન્ત્રિક ઢબે પાર્ટી કેડર પસંદ થતી રહે તો સમય જતા એ માળખું એટલું મજબૂત બની રહે કે તેને પડકારવું મુશ્કેલ બની જાય છે.
પરીક્ષાનો સિલેબસ તમે નક્કી નથી કરી શકતા. પરીક્ષાખંડમાં જે પેપર તમારી બેંચ પર મુકવામાં આવે તેના જ જવાબો આપવાના રહે છે અને તમે લખેલા એ જવાબોના આધારે જ તમને માર્ક્સ આપવામાં આવે છે. એ પરિણામ સામે વાંધો હોય તો તમે રીચેકિંગ કરાવી શકો છો, ત્યારબાદ પણ જો તમારૂ પરિણામ ન સુધરે તો એ તમારે સ્વીકારી લેવાનું રહે છે, આખી પરીક્ષા પધ્ધતિને તમે ગેરવાજબી ઠેરવી શકતા નથી, તમે નાપાસ થયા છો એ સ્વીકારીને ભવિષ્યમાં તુરંત આવનારી પરીક્ષાની તૈયારીમાં લાગી જવાનું રહે છે, યા તો અભ્યાસ છોડીને અન્ય પ્રવૃતિમાં લાગી જવાનો બીજો વિકલ્પ તમારી પાસે બચે છે. ચૂંટણીમાં પણ આ સીસ્ટમ જ લાગુ પડે છે. ઉમેદવાર હારી ગયા બાદ જનતાની વચ્ચે જઈને પછીથી આવનારી ચૂંટણીઓની તૈયારીમાં લાગી જાય છે. જો એ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને દોષયુક્ત ગણાવીને પોતાની હારનો માનસિક સ્વીકાર ન કરી શકે તો બીજી ચૂંટણીમાં પણ હાર ચોક્કસ બની જાય છે.
વિદેશી હારેલો રાજકારણી દેશમાં આવીને તમારી છત્રછાયા હેઠળ દેશ વિરુદ્ધ કે દેશની સીસ્ટમ વિરુધ્ધ નારાઓ લગાવે અને તમે બેશરમની જેમ હસતા રહે એ દેશની ભયાનક કરુણતા છે. પાર્ટી ઓફ યુરોપિયન સોશિયાલિસ્ટના મહામંત્રી અને ઈટાલીના નેતા જિયાકોમો ફિલિબેકે વિપક્ષના ‘વોટ ચોર, ગદ્દી છોડ’ ના નારાને મંચ પરથી પોકાર્યો હતો. તેનો અંગ્રેજી અનુવાદ ‘વોટ થીફ, લીવ યોર સીટ’ કર્યો હતો. વિદેશના કોઈ નેતાએ આવીને દેશમાં દેશ વિરુદ્ધ કે ચૂંટાયેલી સરકાર વિરુધ્ધ કોઈ નારો લગાવ્યો હોય તેવો કદાચ આ પહેલો કમનસીબ બનાવ છે. એ જાણવું જોઈએ કે કોઈ વિદેશી નેતાના આવા નારા પોકારવાથી દિલ્હીની ગાદી તમારા માટે ખાલી નથી થઇ જવાની. અમે નાના હતા ત્યારે સાથીદારો, સહાધ્યાયીઓ સાથે ઝગડાઓ થતા. ત્યારે સામેવાળાને અમારામાંનો દરેક એક ફોગટ ધમકી ચોક્કસ આપતો કે જોજે મારા મોટાભાઈને કહીને તને માર ખવડાવું… આ બોલતા સમયે અમને એ પણ ભાન રહેતું કે જેને અમે ધમકી આપી રહ્યા છીએ, તેનો મોટોભાઈ પણ ઉમરમાં મારા મોટાભાઈ જેવડો જ છે, એટલે સરવાળે કશું થવાનું નથી. પણ એથી અમે તાત્કાલિક જે હાર અને સંઘર્ષ થઈ રહ્યો હોય, તેનાથી બચી જતા.
એવું નથી સાંભળ્યું કે બીજા કોઈ દેશનો નેતા હિન્દુસ્તાનમાં આવીને કહેતો હોય કે અમારા દેશમાં હાલત ખરાબ છે. વિશ્વના કોઈપણ દેશમાં એવા નેતાઓ નથી હોતા જે વિદેશમા જઈને દેશ વિશે ઉણું કે ઘસાતું બોલે. દેશના નેતા પ્રતિપક્ષ દ્વારા દેશ વિરુદ્ધમાં એક ઝુંબેશ શરુ કરવામાં આવી છે. દેશની અર્થ વ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપથી પ્રગતિ કરી રહી હોય અને દેશના વિપક્ષના નેતા વિદેશમાં જઈને એવું કહી રહ્યા હોય કે ભારતની અર્થ વ્યવસ્થા પડી ભાંગવાના આરે છે.
આભાર – નિહારીકા રવિયા દેશમાં થઇ રહેલ પ્રગતિ ઉડીને આંખે વળગી રહી છે. ઈકોનોમીની પ્રગતિ આંકડાઓથી સાબિત થાય છે અને ભારતીય અર્થવ્યવસ્થા અંગેના વૈશ્વિક રેટિંગ એજન્સીઓના આંકડાઓ વિપક્ષ નેતાના દાવાને જુઠ્ઠો સાબિત કરી રહ્યા છે. રાજનીતિક પ્રતિદ્વંદીની ટીકા એક બાબત છે, અને દેશની ટીકા ભિન્ન બાબત છે. ચૂંટણી જીતવા માટેના અન્ય બીજા રસ્તાઓ છે. સરકારની ટીકા કરવાના અન્ય આયામો છે. દેશને તાત્કાલિક નુકસાન થઇ રહે એવી આધારવિહીન વાત કહેવાથી બચવું જોઈએ.
ક્વિક નોટ – “દરેક વખતે જયારે આખી દુનિયા મારી સામે હતી ત્યારે મને ખાતરી થઇ ગઈ હતી કે હું સાચો છું.” – ચાર્લ્સ દ ગોલ production@infiniumpharmachem.com