અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે હાથ ધરેલી ઝુંબેશ દરમિયાન તા. ૧૯/૧૧/૨૦૨૬ ના રોજ અલગ-અલગ વિસ્તારોમાંથી નશાની હાલતમાં જાહેરમાં ફરતા કુલ ૧૨ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસની વિગતો મુજબ, સૌથી વધુ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪ શખ્સો કીર્તીભાઇ ડાભી, રમેશભાઇ વાઘેલા, નાનુમલભાઇ વાધવાણી અને પંકજભાઈ ઠાકોર તથા અમરેલી સિટી વિસ્તારમાં ૩ શખ્સો અફજલભાઇ ઉર્ફે ડેની મુકાતી, રફિકભાઇ ઉર્ફે શક્તિ માંડલીયા અને મનોજભાઇ ઉર્ફે બોતેર ચારોલા પકડાયા હતા. આ ઉપરાંત ડુંગર વિસ્તારમાં રાજુભાઇ ગુજરીયા અને મુકેશભાઇ ગુજરીયા, જાફરાબાદ ટાઉનમાં સોમાતભાઇ ચૌહાણ અને મોહનભાઇ મકવાણાતેમજ વંડા વિસ્તારમાં દોલાભાઇ ખરોચી મળી કુલ ૧૨ આરોપીઓ સામે પ્રોહિબિશન કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
































