ધારી તાલુકાના છતડીયા ગામે આવેલી એક વાડીમાંથી અજાણ્યા તસ્કરે રૂપિયા ૪૦,૦૦૦ ની કિંમતના મોટર વાયરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. છતડીયા રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદી ખોડીદાસભાઇ ગભરૂભાઇ કાછડીયા (ઉં.વ. ૪૭) એ તા. ૧૯/૧૧/૨૬ ના રોજ રાત્રે ૯ઃ૦૦ વાગ્યે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. ૧૬/૧૧/૨૦૨૬ ના સવારે ૬ઃ૦૦ વાગ્યાથી તા. ૧૭/૧૧/૨૦૨૬ ના સાંજે ૭ઃ૦૦ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ તેમની વાડીની ઓરડી બાજુમાં રાખેલો આશરે ૪૦૦ ફૂટ જૂની મોટરનો વાયર (કિંમત રૂ. ૪૦,૦૦૦) ચોરી કરીને લઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


































