લાઠી તાલુકાના અડતાળા ગામે પાણી અંગે રજૂઆત કરવા ગયેલા યુવાન સાથે બોલાચાલી બાદ મારામારી અને ફાયરિંગના પ્રયાસની ઘટના બની હતી. આ મામલે લાઠી પોલીસે ઉપસરપંચ જીતુ વાળા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આજે પોલીસે બે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીઓ પાસે માફી પણ મંગાવવામાં આવી હતી. બીજી તરફ, આ બનાવમાં સંડોવાયેલા ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે. સમગ્ર મામલે લાઠી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

































