એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR)ની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા લોકોને એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવી છે. સામાન્ય તાવ, શરદી અને ઉધરસમાં ડાક્ટરની  સલાહ વગર એન્ટિબાયોટિક દવાઓ લેવાનું ચલણ વધી રહ્યું છે. જેના કારણે રોગના જંતુઓ દવાઓ સામે વધુ શક્તિશાળી બની રહ્યા છે અને સામાન્ય ચેપ પણ ગંભીર બની શકે છે. આરોગ્ય વિભાગે ડાક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા નહીં લેવા, દવાનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવા તથા બચેલી દવા અન્યને નહીં આપવાની સલાહ આપી છે. સાથે સ્વચ્છતા અને રસીકરણનું મહત્વ સમજાવ્યું છે.