ભાવનગર-સોમનાથ હાઈવે પર નાગેશ્રી નજીક મોટરસાયકલ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડુંગર ગામના કેતન દિનેશભાઈ કણઝરીયાનું રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ હાઈવેની એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સમયે તેઓ બાઈક પર એકલા હોવાથી શરૂઆતમાં તેમની ઓળખ થઈ શકી નહોતી. રાજુલા પોલીસ અને હોસ્પિટલના સ્ટાફે મોબાઈલના સીમકાર્ડની મદદથી પરિવારજનોનો સંપર્ક કરી તેમની ઓળખ મેળવી હતી. જોકે, પરિવારજનો હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ યુવાનનું મોત થયું હતું. પરિવારજનોની હાજરીમાં
મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.







































