કોડીનારમાં લોહાણા મહાજન અને જલારામ સેવા મંડળ દ્વારા જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બે દિવસીય મહોત્સવમાં શોભાયાત્રા, પ્રભાતફેરી, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ, મહાઆરતી અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શ્રમજીવી વસાહતમાં ભોજન પ્રસાદનું વિતરણ કરાયું હતું.