અમરેલી શહેરના લાઠી રોડ બાયપાસ પર ટોયોટા શો-રૂમની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં પૂરઝડપે અને બેફિકરાઈથી દોડતા એક અજાણ્યા વાહને મોટરસાઇકલને ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. નિવૃત્ત જીવન જીવતા વિનુભાઈ ભગવાનભાઈ સોસાના ભત્રીજા પોતાના મિત્ર સાથે મોટરસાઇકલ પાછળ બેસીને રાત્રિના સમયે ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન લાઠી રોડ બાયપાસ પર અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહનને ગફલતભરી રીતે ચલાવી મોટરસાઇકલ સાથે અથડાવ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં  ફરિયાદીના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવાથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.