લાઠી તાલુકાના નાના રાજકોટ ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતી ૨૬ વર્ષીય પરિણીતાએ કોઇપણ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. નાના રાજકોટ ગામે રહેતા ભૂમિતભાઈ કરશનભાઈ બંધીયાના પત્ની આરતીબેન (ઉ.વ.૨૬) દ્વારા ગત તા. ૧૬ નવેમ્બરની વહેલી સવારે આ પગલું ભરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સી.વી. ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે. પાંડવ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પીએમ માટે મોકલી આપ્યો છે અને આપઘાતમાં ઉપયોગમાં લેવાયેલ સાડી કબજે કરી છે. પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.











































