ધારી તાલુકાના સરસીયા ગામથી ચલાલા તરફ આવી રહેલા મોટરસાઇકલ સવાર યુવાનને ગોપાલગ્રામ ચોકડી પાસે એક બેફામ સ્વીફ્‌ટ કાર ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.સરસીયા ગામના સિકંદરભાઈ રસુલભાઈ બેલીમના પુત્ર રેહાનભાઈ સ્પ્લેન્ડર બાઇક (GJ-૧૪-BJ-૯૭૮૨) લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન ચલાલા-ધારી રોડ પર ગોપાલગ્રામ ચોકડી પાસે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી સ્વીફ્‌ટ કાર (GJ-૧૪-AP-૯૯૦૨) ના ચાલકે બાઇક સાથે કાર અથડાવી હતી. આ અકસ્માતમાં ઇજા પામનાર યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ કાર ચાલક વાહન લઈને નાસી છૂટતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.