લીલીયા તાલુકાની એસ.પી. ગેસ એજન્સીમાં તપાસ દરમિયાન કુલ ૨૫૦માંથી ૬૬ સિલિન્ડર એક્સપાયરી અવધિ વીતી ગયેલા મળી આવતાં ચકચાર મચી છે. એજન્સીમાં આ પ્રકારની ઘટના ત્રીજી વખત સામે આવતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્‌યા છે. રજૂઆત મુજબ, આવા સિલિન્ડરો અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સપ્લાય થતા હોવાના આક્ષેપ છે. લીલીયા તાલુકાનાં ૩૭ ગામો ઉપરાંત ૭૦થી ૭૫ આંગણવાડીઓ અને સરકારી શાળાઓમાં પણ ગેસનો ઉપયોગ થતો હોવાથી બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. મામલતદાર કચેરીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પંચરોજકામ હાથ ધર્યું છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.