અમરેલીના ફતેપુર રોડ પર આવેલ વેલનાથપરા હાઉસીંગ કોલોનીની બાજુમાં રહેતા અને ફેનીક્સ સ્પીનીંગ મીલમાં મજૂરી કામ કરતા અર્જુનભાઇ રામસ્વરૂપ સાહાનીની પંદર વર્ષ અને પાંચ માસની સગીર પુત્રીનું અપહરણ થયું છે. ગત તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૬ ના રોજ સાંજના પોણા છ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો શખ્સ સગીરાને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. આ મામલે પિતાએ લાઠી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે. પાંડવ સમક્ષ અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








































