આહીર એજ્યુકેશન સમિતિ – રાજુલા દ્વારા નિંગાળા-૧ ગામે આહીર સમાજવાડી ખાતે પાંચમો “તેજસ્વી વિદ્યાર્થી તથા વ્યક્તિ વિશેષ સન્માન સમારોહ એવમ્ સ્નેહમિલન-૨૦૨૬” યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ ૧૦-૧૨, વિવિધ શિષ્યવૃત્તિ અને પ્રવેશ પરીક્ષાઓ (GUJCET, JEE, NEET), ઉચ્ચ અભ્યાસ (Ph.D., NET, GSET) માં સફળ રહેલા ૩૧૫ તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સરકારી નોકરી મેળવનાર ૨૮ યુવાનો સહિત કુલ ૩૪૦ પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. વર્ષ ૨૦૨૨થી “શિક્ષિત સમાજ – વિકસિત સમાજ”ના ધ્યેય સાથે કાર્યરત સમિતિના આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વાલીઓ અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે, તમામ દાતાઓ અને કાર્યકરોનો આભાર માની આગામી વર્ષ ૨૦૨૭નો સમારોહ કારતક સુદ ત્રીજના રોજ હિંડોરણા મુકામે યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.










































