સલડી ગામે તા. ૧૫ નવેમ્બર, રવિવારના રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. ધર્મધુરંધર ૧૦૦૮ સનાતન વિદ્યમાન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ અને સમગ્ર ધર્મકુળ પરિવારના આશીર્વાદથી યોજાયેલી આ સભામાં ગઢપુરધામથી કોઠારી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી, છપ્પૈયા સ્વામી તથા પાર્ષદ શરદભગત અને કીર્તિભગત ખાસ પધાર્યા હતા. સંતોએ ધાર્મિક કથાનું રસપાન કરાવી ભક્તજનોને સત્સંગનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.








































